Friday, July 13, 2012

શબ્દો ગમે છે,,
પણ તમારા છે એટલે ખાસ ગમે છે
વાતો કરવી ગમે છે,,
પણ તમારી સાથેની તો ખાસ ગમે છે,
મહેફીલ જમાવવી ગમે છે,,
...
પણ તમે આવો છો એ રંગત ઔર ગમે છે,
સમય તો પસાર થાય છે,,
પણ તમે હો સાથ તો રંગત અ જ કોઈ ઓર હોઈ છે!
 
 
સુખ નથી આવતું દુઃખ વગર,
પ્રેમ નથી મળતો નફરત વગર,
માટે ભરોસો રાખો ભગવાન ઉપર,
કેમકે ભગવાને સાગર નથી બનાવ્યો
કિનારા વગર.........




નઝર મળી અને નજર માં સમાઈ ગઈ તું
દિલ પર ગગન– ઘટા બની છવાય ગઈ તું
બીજા મિલન માં શું થશે, ભગવાન જાણે,
પ્રથમ નજરે જીગર માં કોતરાઈ ગઈ તું





હુ જાગતો રહયો આખી રાત,
પણ ક્હી ના સક્યો મારા દિલ ની વાત,
આંખોમા હતા આશા ભર્યા સપના,
પણ આવીના નીંદર ને વીતી ગયી રાત
સહેજ ભીની સહેજ કોરી હોય છે,
લાગણી તો ચંચળ છોરી હોય છે,
હોય છે રંગીન પતંગો બધાની પાસે,
પણ બહુ જ ઓછા પાસે સ્નેહની દોરી હોય છે


                        

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.
      







કોરા કાગળ પર એનું ચિત્ર બનાવ્યું,
કલ્પના ના રંગો પૂરી ને રંગીન બનાવ્યું,
કેવી અસર હતી મારા પ્રેમ માં કે,
ચિત્ર માં પણ એના હૃદય ને ધબકતું બનાવ્યું



જિંદગી તો ચાલ્યા જ કરે છે,
વાત કરવાથી જ કામ પાર પડે છે,
જેને મનની વાત જણાવતા આવડે છે તેને હજારો ખુશી મળે છે,
અને જે ચુપકીદી સાંધે છે તેને દુઃખોની સોગાદ મળે છે…….
 
 
 
 



બહું ઊંચી અપેક્ષાઓ નથી અમારી,
રહેવાને તારા દિલ જેવુ ઘર મળે તો ચાલે.
સુરજ-ચાંદના સપનાઓ નથી મારા,
થોડા દિપકોથી અંધકાર ટળે તો ચાલે.
મઘમધતા અત્તરોથી જીવન નથી મહેકાવું મારે,
...
થોડા ફુલોની સુગંધ એમાં ભળે તો ચાલે.
આખી દુનિયાની ચાહત નથી જોઇતી મારે,
બસ તું એક જ મારા પ્રેમમાં પડે તો ચાલે.
ઇશ્વરને પણ તકલીફ નથી આપવી મારે,
લખ મારી તકદીર તું તારા હાથો વડે તો ચાલે.
મારા પ્રેમ વિશે બહું કહીશ નહિ,
ખાલી મારી આત્માને તું વખાણે તો ચાલે.